અસાઈડ

મિત્રો જય સ્વામિનારાયણ..

આજે મારા એક ફેસબુક ના મિત્રની રચના આપની સામે રાખવા જઈ રહ્યો છુ. હેમાંગભાઈ સવજાણી ની આ રચના અનજાન ના નામથી તે પ્રખ્યાત કરે છે.

તેમની ઈચ્છા અને મારી પણ ઈચ્છાથી આ પોસ્ટ તેમના તરફ થી આપને માટે. આ પોસ્ટ માં ચિત્ર-પ્રતિમા માટે પણ હેમાંગભાઈ નો હુ આભારી છુ.

જય સ્વામિનારાયણ.

Image

આવ્યા રે મેઘરાજ આજ આપણે ઘેર આવ્યા

===========================

આવ્યા રે મેઘરાજ આજ આપણે ઘેર આવ્યા
લાવ્યા રે મેઘરાજ સાથ મંદ  સુવાસ લાવ્યા.

ખીલી  રે મેઘરાજ સુંદર મોરની કળાઓ ખીલી
છેડ્યું  રે મેઘરાજ મધુર કોકિલે ગાન છેડ્યું.

ચાલ્યા રે મેઘરાજ દૂર-દૂર ગગનોમાં ચાલ્યા
લાવ્યા રે મેઘરાજ ચૌદિશ  હરિયાળી લાવ્યા.

જાગ્યા રે મેઘરાજ આળસ મરડી ખેડૂ જાગ્યા
ભાગ્યા રે મેઘરાજ બાળ ખેલવા પાદરે ભાગ્યા.

છલક્યા રે મેઘરાજ આનંદે તળાવો છલક્યા
દોડ્યા રે મેઘરાજ ભરવા પાણી નદીએ દોડ્યા.

ખમક્યા રે મેઘરાજ પુરજોશથી ધોધ ખમક્યા
ચમક્યા રે મેઘરાજ ચમચમ ચમકારા ચમક્યા.

મલકાયા રે મેઘરાજ ખેતરે ઉચા મોલ મલકાયા
જુમ્યા રે મેઘરાજ લોક તો આજ આનંદે જુમ્યા.

ટપક્યા રે મેઘરાજ ટીપ-ટીપ કરતા બુંદો ટપક્યા
ગાયા રે મેઘરાજ કોઈ ‘અનજાને’ મલ્હાર ગાયા.
         

— હેમાંગભાઈ સવજાણી(અનજાન)

આભાર ઃ-હેમાંગભાઈ સવજાણી.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ..(મારો સંપર્ક કરો ઃ ૯૫૧૦૬ ૯૫૯૫૦)
બ્લોગ લિંક ઃ- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

આવ્યા રે મેઘરાજ આજ આપણે ઘેર આવ્યા…

9 comments on “આવ્યા રે મેઘરાજ આજ આપણે ઘેર આવ્યા…

  1. tamaro khub khub aabhar vikas bhai……..aape mari poems tamara blog pr muki ne mara vicharo bdha loko samax raju krya e badal aapnoaabhari 6u….n aahi comment krnar darek vachak mitro no pn khub khub aabhar……

  2. મેધરાજ મોડા આવે ને દિલની ધડકન વધી જાય..ને…….
    વધુ આવે તો પણ ચિંતા જ થા…..ય…

    કહે ..માનવી ને..મેધરાજ જીવો સૌ મળી એક…કરો બધા જીવોની રક્ષા એક થઈ….
    મારા મલ્લહારથી અવગત છો….

    મારી નારાજગી પણ ખ્યાલ છે…..
    તો શીદ ને કરો…..માનવતાથી પર…..

    મારે તો આપવું છે…..દિલભરીને તુજને…….
    મારે વરસવું પણ ક્યાં?..જ્યા માનવી તુ છે………ત્યાં જ મારી હયાતીના નિશાન છે….

    બસ..સમજ…….બસ..સમજ..

આપનો પ્રતિભાવ અહી આપતા જજો....