શ્રી મહાવીર સ્વામીની વાણી – ૩

જય સ્વામિનારાયણ દોસ્તો..

મિત્રો ઘણા દિવસ પછી આ બ્લોગ પર હું મારી પરીક્ષાને કારણે પોસ્ટ નથી કરી શક્યો તે બદલ દિલગીર છું. આજના દિવસે હુ આપની સામે આ બ્લોગ પર શ્રી મહાવીર સ્વામીની વાણી રાખવા જઈ રહ્યો છું. શ્રી મહાવીર સ્વામીની વાણી ભાગ ૩ ની મુલાકાત લો. આશા છે કે આપ લોકો નો સાથ મળી રહેશે.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને થોડા મહાવીર સ્વામીના ફોટોગ્રાફ પણ અને થોડા ગુગલ મહારાજની કૃપાથી. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૧૧). જન્મ દુઃખ છે, જરા દુઃખ છે,
રોગ દુઃખ છે અને મૃત્યું પણ દુઃખ છે.
અરેરે..!! સંસાર દુઃખ જ છે.
આ સંસારમાં જીવને ક્લેશ જ મળે છે.

(૧૨). જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને ભાઈઓ એનું દુઃખ લઈ શકતા નથી.
એ પોતે એકલો જ દુઃખોને ભોગવે છે,
કારણા કે કર્મ કર્તાનું અનુગમન કરે છે.

(૧૩). જેમ કોઈ માનવ સ્વેચ્છાએ વૃક્ષ પર ચડી જાય
પરંતું પ્રમાદને કારણે નીચે પડતી વખતે પરવશ થઈ જાય છે,
તેમ જીવ કર્મબંધ બાંધવા સ્વતંત્ર છે,
પરંતુ તે કર્મનો ઉદય થતા એને ભોગવવામાં તેને આધીન થઈ જાય છે.

(૧૪). અરેરે..!! દુઃખની વાત એ છે કે,
સુગતિનો માર્ગ ન જાણવાને લીધે હું
મૂઢગતિ ભયાનક અને ઘોર સંસારવનમાં
ચિરકાળ સુધી ભટકતો રહું છું.

(૧૫). જે જીવ મિથ્યાપણાથી ગ્રસ્ત છે
તેની દ્રષ્ટિ વિપરીત બની જાય છે.
જેમ જ્વરગ્રસ્ત માનવને મીઠો રસ પણ ગમતો નથી
તેમ જીવને ધર્મ પણ રુચિકર લાગતો નથી.

– શ્રી મહાવીર સ્વામી

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

શ્રી રામકૃષ્ણ પરમહંસની વાણી – ૪

મિત્રો નમસ્કાર…

આજે ઘણા દિવસે આ બ્લોગ પર પોસ્ટ કરવા જઈ રહ્યો છું. ઘણા દિવસ પછી મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના અમૃતવચનો ને શ્રી રામકૃષ્ણ પરમહંસની વાણી – ૪ ના રૂપમાં આપની  સામે રાખવા જઈ રહ્યો છુ.

આ અમૃતવચનો “અમૃતબિંદુ” નામની પુસ્તિકામાંથી લેવામાં આવ્યા છે.

આ કાર્ય માટે પણ રાજકોટથી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને શ્રી રામકૃષ્ણ પરમહંસના ફોટોગ્રાફ પણ. તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ…

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૧૩).
ત્રાજવાનું ભારે પલ્લું નીચે નમે છે ત્યારે હલકું ઉપર જાય છે.
એ જ રીતે, સંસારની ચિંતામાં, દુઃખ ઉપાધીઓનો ભાર જે વેંઢારે છે,
તે સંસારમાં જ નીચે ડૂબે છે અને જેને એ ઓછી છે તે ઈશ્વરનાં ચરણ તરફ ઊંચે ચડે છે.

(૧૪).
જે માણસ બીજાના ગુણદોષની ચર્ચામાં સમય વ્યતીત કરે છે તે પોતાનો સમય વેડફે છે.
કારણ કે એ સમય નથી તો આત્મચિંતનમાં કે નથી તો પરમાત્મચિંતનમાં ખર્ચાતો.
તે સમય બીજાઓ વિશેના નિષ્ફળ ચિંતનમાં ખર્ચાય છે.

(૧૫).
ભાડૂત રહેવા માટે ઘરવેરો ભરે છે તેમ,
દેહના ઉપયોગ માટે આત્મા રોગરૂપી કર ચુકવે છે.

— શ્રી રામકૃષ્ણ દેવ….

વિકાસ કૈલા ના બધા જ મિત્રો ને જય સ્વામિનારાયણ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

 

શ્રી ઈસુ ખ્રિસ્તની વાણી – ૨ (પર્વતોપદેશ)

મિત્રો જય સ્વામિનારાયણ..

આજના દિવસે હુ શ્રી ઈસુ ખ્રિસ્તની વાણી ભાગ – ૨ રાખવા જઈ રહ્યો છું. આશા છે કે આપ લોકો ને મારો આ ભાગ ગમશે. ઈસુ ખ્રિસ્ત વિશે વધારે તો નથી જાણતો પણ થોડું ઘણૂં જે ધ્યાન માં છે તેમાંથી તેમના થોડા વિચારો પ્રગટ કરવા જઈ રહ્યો છું.

મિત્રો દરેક કાર્યની જેમ આમાં પણ રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ જ સહયોગ મળ્યો છે તેથી હુ તેમનો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને શ્રી ઈસુ ખ્રિસ્તના ફોટોગ્રાફ પણ અને થોડા ગુગલ મહારાજની કૃપાથી. તો તેમને ખુબ ખુબ

આભાર.

જય સ્વામિનારાયણ.

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૬).
લોકો દિવડો પ્રગટાવીને નીચે જમીન પર રાખતા નથી,
પરંતુ તેને દીવડી પર રાખે છે
અને ત્યારે તેનાથી ધરના બધા લોકો સુધી તેનો પ્રકાશ પહોંચે છે.

(૭).
તમે જગતની જ્યોતિ છો.
જે નગર પહાડ પર વસ્યું છે તે છૂપું ન રહી શકે.

(૮).
તમારો જ્યોતિપ્રકાશ મનુષ્યની સામે એવી રીતે ઝળકી ઊઠે કે
તેઓ તમારા ભલાં કાર્યોને જોઈને તમારા પિતા-પ્રભુ
જે સ્વર્ગમાં રહે છે તેનું મહિમાગાન કરે.

(૯).
હું વ્યવસ્થા કે ઈશદૂતોનો નાશ કરવા આવ્યો છું એમ ન સમજશો.
હું એમનો નાશ કરવા નહી પરંતુ એમની પુર્તિ કરવા આવ્યો છુ.

(૧૦).
હુ તમને સાચું કહું છું કે જ્યાં સુધી આકાશ અને પૃથ્વી નાશ ના પામે ત્યાં સુધી વ્યવસ્થામાંથી એક માત્રા,
એક બિંદુ પણ પૂર્ણ થયા વિના નાશ પામશે નહી.

– શ્રી ઈસુ ખ્રિસ્ત..

વિકાસ કૈલા ના બધા જ મિત્રો ને જય સ્વામિનારાયણ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

શ્રી મહાવીર સ્વામીની વાણી – ૨

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજના દિવસે હુ આપની સામે આ બ્લોગ પર શ્રી મહાવીર સ્વામીની વાણી રાખવા જઈ રહ્યો છું. શ્રી મહાવીર સ્વામીની વાણી ભાગ ૨ ની મુલાકાત લો. આશા છે કે આપ લોકો નો સાથ મળી રહેશે.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને થોડા મહાવીર સ્વામીના ફોટોગ્રાફ પણ અને થોડા ગુગલ મહારાજની કૃપાથી. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૬). આત્માને દુષિત કરતા ભોગામિષમાં ડૂબેલા,
હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળા,
મંદ, અજ્ઞાની અને મૂઢ જીવ બળખામાં
સલવાયેલી માખીની જેમ કર્મોમાં બંધાયેલો રહે છે.

(૭). જીવ જન્મ, જરા અને મરણથી ઉપજતા દુઃખને જાણે છે,
એનો વિચાર પણ કરે છે,
પરંતુ વિષયોમાંથી વિરક્ત થઈ શકતો નથી.
અરે..!! માયાની ગાંઠ કેટલી મજબૂત હોય છે.

(૮). સંસારી જીવનાં-રાગદ્રેષરૂપી પરિણામો હોય છે.
પરિણામોને કારણે કર્મબંધ આવે છે.
કર્મબંધને કારણે જીવ ચાર ગતિ-યોનિમાં જાય છે.

(૯). જન્મથી શરીર અને શરીરથી ઈન્દ્રિયો પ્રાપ્ત થાય છે.
એના દ્રારા જીવ વિષયોનું સેવન કરે છે.
તેને લીધે વળી પાછા રાગદ્રેષ જન્મે છે.

(૧૦).જીવ સંસારક્રમમાં ભટકતો રહે છે.
જીવનાં આ પરિભ્રમણના હેતુરૂપ પરિણામ
અનાદિ અનંત અનાદિ સાંત બને છે.

– શ્રી મહાવીર સ્વામી

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

કર્મયોગ – ૧૦

મિત્રો જય સ્વામિનારાયણ..

શ્રી સ્વામી વિવેકાનંદની પુસ્તિકા “કર્મયોગ સુત્રાવલી” માંથી તેમના થોડા વિચારો આપની સામે કર્મયોગ ભાગ – ૧૦ નાં રૂપમાં રાખવા જઈ રહ્યો છુ.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ પણ. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૩૭). જ્યારે તમે તમારા પતિને, તમારી પત્નીને, તમારાં બાળકોને ,
સમગ્ર જગતને, વિશ્વને, દુઃખદાયક અસરો ન થાય એવી રીતે,
ઈર્ષ્યા ન ઉદભવે એવી રીતે, સ્વાર્થી વિચાર ન આવે એવી રીતે પ્રેમ કરવામાં સફળ નિવડો,
ત્યારે તમે ‘અનાસક્ત’ હોવાની ભુમિકામાં આવો છો.

(૩૮). કૌટુંબિંક અનાશક્તિ પ્રાપ્ત કરવી એ તો સમગ્ર જીવનનું કાર્ય છે.
પણ એક વાર આપણે અનાસક્ત સ્થિતિએ પહોંચ્યા એટલે પ્રેમનું લક્ષ્ય આપણે સિદ્ધ કર્યુ અને મુક્ત બન્યા.
તે કાળે પ્રકૃતિના બંધન આપણા પરથી સરી જાય છે.
અને આપણે તેને એના ખરા સ્વરૂપમાં જોઈએ છીએ.
પછી પ્રકૃતિ આપણને બાંધવા માટે નવી સાંકળૉ ઘડતી નથી.

(૩૯). કોઈ વિશિષ્ટ વ્યક્તિ માટે, શહેર માટે કે રાજ્ય માટે.
તમે જે કંઈ કરો ત્યારે તમારા બાળકો અંગે જેવી વૃતિ રાખો તેવી વૃતિ તમે રાખો.
બદલામાં કશાની આશા ન રાખો.
જ્યા બદલાની આશા છે ત્યાં જ આસક્તિ છે.
બદલાની આશા રાખવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ રૂંધાય છે.
એટલું જ નહી , પરંતુ તેના પરીણામે દુઃખ આવે છે.

(૪૦). ઈશ્વરને ભક્તિરૂપે માનતા હો તો કર્મને તેની ‘ઉપાસના’ રૂપે ગણો.
આમાં આપણા સર્વ કાર્યના ફળ ઈશ્વરને અર્પણ કરીએ છીએ,
અને ઈશ્વરની ઉપાસના આ રીતે આપણે કરતા હોવાથી જે કઈ કાર્ય કરીએ તેના બદલામાં
માનવજાત પાસે કઈ પામવાની ઈચ્છા રાખવાનો આપણને હક નથી.

(૪૧).મૃત્યુદ્રાર ખખડાવતુ હોય ત્યારે પણ કોઈ પ્રશ્ન પુછ્યા વિના હરકોઈને સહાય કરવી એટલે કર્મયોગ.
આદર્શ સન્યાસી થવુ એના કરતા આદર્શ ગૃહસ્થ થવુ એ વધારે મુશ્કેલી ભર્યું છે.
ખરા સન્યાસીના જીવન જેવું જ કર્તવ્યપરાયણ ગૃહસ્થનું જીવન મુશ્કેલ છે.
કદાચ વિશેષ કઠિન ન હોય તો પણ તેના એના જેવુ કઠિન તો છે જ.

– સ્વામી વિવેકાનંદ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક : https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

શાયરી સંગ્રહ – ૨

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ શાયરી સંગ્રહ ભાગ -૨ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(૧). માણી લ્યો..!!

ઉભેલી જીંદગીના હાથ થામી લ્યો..!!
તેને દીધેલ ભેટને સ્વીકારી લ્યો..!!

ક્યારે ખત્મ થઈ જશે કોને ખબર..!!
માટે દરેક પળ ને સુખી થી માણી લ્યો..!!

વિકાસ કૈલા… (૧૭/૦૯/૨૦૧૨..)
આભાર ઃ- ખુશ્બુ પાંચાલ..

(૨). સવાલ ન કરતા..!!

આ જીંદગી તો છે આપની જ ..!!
એમા ચાહવા માટે ના કોઈ સવાલ જ નથી..!!

બસ..!! એક વિનંતી છે આપને ..!!
કે ચાહવા વાળા માટે કોઈ સવાલ ન કરતા..!!

વિકાસ કૈલા…(૧૯/૦૯/૨૦૧૨)
આભાર ઃ- ખુશ્બુ પાંચાલ..

(૩). તારુ અચાનક યાદ..!!

તારુ અચાનક યાદ આવવુ એટલે..
ચાલું વરસાદી વાતાવરણે,
એક ઘોર અંધારામાંથી,
પ્રકાશરૂપી સુર્ય કિરણો નો એક,
તણખો કે જે છુંટો પડી ગયો છે.. !!

વિકાસ કૈલા..(૧૦/૧૧/૨૦૧૨..)
આભાર ઃ- સાકેત દવે સર…

(૪). યાદ અપાવી ગઈ..!!

આ કેવી મહોબ્બત છે, યાદ અપાવી ગઈ..
આ કેવી મુશ્કાન છે, દિલ ને બહેલાવી ગઈ..!!

મલક મલક કરીને, શ્વાસ ને રોકી ગઈ..
આ કેવી પ્રેમની ગમ્મત છ, આંસુ  સારી ગઈ..!!

વિકાસ કૈલા.. (૧૩/૧૧/૨૦૧૨..)

(૫). જીવનનો આનંદ..!!

જીવન નો આનંદ એક અનોખો રંગ છે..
અભ્યાસ નો પ્રસંગ એક અનોખો દબંગ છે..!!

હુ પણ અભ્યાસુ જ છુ એટલે કહું છું મિત્ર કે..
નવે નવા સંબંધમાં એક વિકાસદોરનો રંગ છે..!!

વિકાસ કૈલા.. (૧૬/૧૧/૨૦૧૨…)
આભાર ઃ- ભૌમિક પડશાહ ભાઈ…

 

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

કર્મયોગ – ૯

મિત્રો જય સ્વામિનારાયણ..

શ્રી સ્વામી વિવેકાનંદની પુસ્તિકા “કર્મયોગ સુત્રાવલી” માંથી તેમના થોડા વિચારો આપની સામે કર્મયોગ ભાગ – ૯ નાં રૂપમાં રાખવા જઈ રહ્યો છુ.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ પણ. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૩૨). જો શુભ અસરો પ્રબળ નીવડે તો માનવનું ચારિત્ર્ય શુભ થાય છે,
જો અશુભ અસરો પ્રબળ નીવડે તો અશુભ થાય છે.
પોતાના હેતુઓ અને ઈન્દ્રિયો પર જેને અંકુશ હશે તેવા માનવનું ચિત ચલિત થશે નહી.
કોઈ વસ્તું તેને એના એ અંકુશમાંથી એની ઈચ્છા વિરુદ્ધ બહાર લાવવા સમર્થ થશે નહી.
આ રીતે જ ચારિત્ર્ય ઘડાય છે અને ત્યારે જ માનવ સત્યને પામે છે.

(૩૩). બુદ્ધે જે ધ્યાન મેળવ્યું, અથવા ઈશુ એ જે પ્રાર્થનાથી મેળવ્યું,
તે માનવ એકલા કાર્ય માત્રથી પણ મેળવે.
બુદ્ધ કર્તવ્યપરાયણ જ્ઞાની હતા, ખ્રિસ્ત ભક્ત હતા,
પણ બંન્નેએ એક જ લક્ષ્ય સિદ્ધ કર્યું –
” આત્માની મુક્તિ..”

(૩૪). કાર્ય કરો, પણ કાર્યની અથવા વિચારની મન પર ગાઢ અસર પડવા ન દો.
તરંગો ભલે આવે અને જાય; શરીર અને મન દ્રારા પ્રબળ કાર્ય ભલે થાય,
પણ આત્મા પર તેની ગાઢ અસર પડવા ન દો.
આ કેવી રીતે સિદ્ધ થાય….?
આ જગતમાં તમે અજાણ્યા હો, પ્રવાસી હો એવી રીતે કાર્ય કરો.
આ જગત એ આપણું નિવાસસ્થાન નથી.

(૩૫). આપણે પ્રકૃતિ સાથે એકરૂપ બનીએ છીએ; પ્રકૃતિ એટલે આપણે, એવુ જ આપણે માનીએ છીએ.
અને તેની સાથે આસક્ત થઈએ છીએ; અને જેવું આ ‘આશક્તિ’ તત્ત્વ આવ્યું કે તેની ગાઠ અસર આત્મા પર થવાની.
આ સર્વ શિક્ષાનું સારતત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહી.
સ્વતંત્રતાથી કાર્ય કરો, પ્રેમ દ્રારા કાર્ય કરો.

(૩૧).સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ , આ ત્રણેય એકબીજાં સાથે સનાતન રીતે સંકળાયેલા છે.
આના ત્રણ પ્રકાર છે : (૧)સત્ , (૨) ચિત્ અને (૩) આનંદ.
જ્યારે આ સત્ સાપેક્ષ બને છે, ત્યારે આપણે તેને જગત તરીકે ઓળખીયે છીએ.
ચિત્ એ જરા બદલાઈને જગતમાંથી સર્વ વસ્તુઓ વિશેનું જ્ઞાન બને છે.
અને આનંદ માનવહ્રદયને જ્ઞાત એવા શુદ્ધ પ્રેમનો પાયો બને છે.

– સ્વામી વિવેકાનંદ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

ચેટ શાયરીનો અંશ – ૮

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ ચેટ શાયરીનો અંશ ભાગ – ૮ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(૧). કોલેજની યાદ..

એ હતો એક દિવસ કોલેજ નો..
જ્યારે હોશે જવા તૈયાર હતા અમે…

સમય પહેલા પોંચી જઈને..
વાતો કરવા માટે તૈયાર હતા અમે…

નવા નવા એડામીશન વખતે…
સમય પહેલા પહોંચવા ઉતાવળા હતા અમે…

સમય ના વહેં વીતી ગયા ને..
જવામાં પણ આળ આવવા લાગી અમને…

સમય હોય ૭ વાગ્યાનો ને…
સાત ના બદલે દસ વાગ્યે જાગવા લાગ્યા અમે…

રોજના ૫ પીરીયડમાંથી અમે…
૨ પીરીયડમાં બંક મારવા લાગ્યા અમે..

અંત તો એવો રહ્યો અમારો કે…
ભુલી ગયા સમય કોલેજનો અમે…

આવા હતા તે દિવસો જ્યારે…
યાદ કરીને યાદ આવે અમને…

ઘણા સારા મિત્રો મળ્યા ને…
ઘણા અનુભવો પણ થયા અમને…

વિકાસ ના જીવન માં એક બેનના રૂપમાં…
આપે આવીને બિરદાવ્યા મને…

વિકાસ કૈલા(૧૫/૦૯/૨૦૧૨)

(૨). કાશ મને પ્રેમની એક કડી મળી હોત..!!

કાશ મને પ્રેમની એક કડી મળી હોત..!!
તો આજે દિલ ની વાત મે કરી હોત…!!

કાશ વડીલની સલાહની એક હુંફ મળી હોત…!!
તો વહેવારે વાત મે દિલ થી નિભાવી હોત..!!

કાશ મિત્રતામાં એક અંગતતા મળી હોય..!!
તો દિલની ઉદાસી હંમેશા દુર થઈ ગઈ હોત..!!

કાશ જીવનમાં એક એવી અંગત મળી હોત..!!
કે જેને વિકાસના જીવનને રંગીન કરી હોત..!!

વિકાસ કૈલા(૧૬/૦૯/૨૦૧૨)

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

શ્રી ઈસુ ખ્રિસ્તની વાણી – ૧ (પર્વતોપદેશ)

મિત્રો જય સ્વામિનારાયણ..

નવા વર્ષના દરેક મિત્રો ને રામ રામ. આજે ગુડબાય ૨૦૧૨ અને વેલકમ ૨૦૧૩. એટલે કે ગયું તે હવે આવવાનું નથી અને હવે સામે છે તેને સ્વીકારવાનું છે. આ વર્ષે દરેક મિત્રો ને હ્રદયથી હાર્દિક શુભકામના. દરેક કામમાં પ્રગતિ કરો અને તે કામને સરસ બનાવવા પ્રયત્નશીલ રહો તેવી ભગવાન ને પ્રાર્થના.વિદ્યાર્થી મિત્રો ને તેમના અભ્યાસમાં નવી જ રૂચી જળવાઈ રહે અને ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા અને દેશ તેમજ તેમના ગામનું નામ રોશન કરે તેવી આ નવા વર્ષ પર હાર્દિક શુભકામના.

મિત્રો આજના દિવસે હુ શ્રી ઈસુ ખ્રિસ્તની વાણી ભાગ – ૧થી નવા વર્ષનો પ્રારંભ કરી રહ્યો છું. આશા છે કે આપ લોકો ને મારો આ ભાગ ગમશે. ઈસુ ખ્રિસ્ત વિશે વધારે તો નથી જાણતો પણ થોડું ઘણૂં જે ધ્યાન માં છે તેમાંથી તેમના થોડા વિચારો પ્રગટ કરવા જઈ રહ્યો છું.

મિત્રો દરેક કાર્યની જેમ આમાં પણ રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ જ સહયોગ મળ્યો છે તેથી હુ તેમનો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને શ્રી ઈસુ ખ્રિસ્તના ફોટોગ્રાફ પણ અને થોડા ગુગલ મહારાજની કૃપાથી. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૧).

=> જે મનમાં દીન-આર્દ્ર છે તેઓ ધન્ય છે,
કારણ કે સ્વર્ગનુ રાજ્ય એનું છે.
=> જે લોકો શોક અનુભવે છે તેઓ ધન્ય છે,
કારણ કે તેમને શાંતિ પ્રાપ્તિ થશે.

=> જે નમ્ર છે તે ધન્ય છે,
કારણ કે તેઓ પૃથ્વીના અધિકારી બનશે.
=> જે દયાવાન છે તેઓ ધન્ય છે,
કારણ કે તેમના પર દયા વરસશે.

(૨).
=> જે મનથી સુધ્ધ હોય તેઓ ધન્ય છે,
કારણ કે તેઓ પરમેશ્વરનાં દર્શન કરશે.

=> જે મેળ કરાવનાર છે તેઓ ધન્ય છે,
કારણ કે તેઓ પરમેશ્વરનાં પુત્રો કહેવાશે.

=> જેમને ધર્મ ને લિધે સતાવવામાં આવે છે તેઓ ધન્ય છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેમનું છે.

(૩).
તમે ધન્ય છો, કારણ કે મારે લીધે મનુષ્યો તમારી નિંદા કરે,
તમને સતાવે અને જૂઠું બોલી બોલીને તમારા વિરોધમાં બધા પ્રકારની ખરાબ વાતો કરી ને પણ યાદ કરે છે.

(૪).
આનંદમગ્ન બનો, કારણ કે તમને સ્વર્ગમાં મોટો પુરસ્કાર મળાવાનો છે.
એ એટલા માટે છે કે જે તમારી પહેલા આવ્યા હતા એવા ઈશદૂતોને પણ આવી રીતે સતાવવામાં આવ્યા હતા.

(૫).
તમે પૃથ્વી પર નું મીઠું – સબરસ છો;
પરંતુ જો મીઠાનો જ સ્વાદ બગડી જાય તો પછી તેને કઈ વસ્તુંથી ખારુ કરી શકાય..?
પછી તો એ કોઈ કામનું નહી રહે,
એને બહાર ફેંકી દેવું પડે અને લોકોના પગ તળૅ એણે કચરાવું પડે.

— શ્રી ઈસુ ખ્રિસ્ત..

વિકાસ કૈલા ના બધા જ મિત્રો ને જય સ્વામિનારાયણ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

 

અસાઈડ

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજનો દિવસ ૨૦૧૨ ના વર્ષનો છેલ્લો દિવસ છે. આજના આ છેલ્લા દિવસે હુ આપની સામે એક નુતન પ્રયાસ એટલે કે નવો જ ટોપિક આ બ્લોગ પર રાખવા જઈ રહ્યો છું. શ્રી મહાવીર સ્વામીની વાણી ભાગ ૧ થી આપણે શરૂઆત કરીશું. આશા છે કે આપ લોકો નો સાથ મળી રહેશે.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને થોડા મહાવીર સ્વામીના ફોટોગ્રાફ પણ અને થોડા ગુગલ મહારાજની કૃપાથી. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૧). અધ્રુવ, અશાશ્વત અને દુઃખપ્રધાન સંસારમાં
એવું ક્યું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે..??

(૨). આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને
ચીરકાળનું દુઃખ દેનાર છે,
વધુ દુઃખ અને ઓછું સુખ આપનાર છે.
મુક્તિના વિરોધી અને અનર્થોની ખાણ છે.

(૩). ઘણા પ્રયત્નશોધ કરવાં છતાં કેળનાં વૃક્ષમાં કંઈ સાર દેખાતો નથી.
તેવી જ રીતે ઈન્દ્રિયવિષયોમાં પણ કોઈ પ્રકારનું સુખ જણાતું નથી.

(૪). નરેન્દ્ર-સુરેન્દ્રાદિનાં સુખ વાસ્તવિક રીતે દુઃખ જ છે.
એ તો ક્ષણિક છે,
પરંતું તેનું પરિણામ દારુણ હોય છે;
એટલે જ એનાથી દૂર રહેવું ઉચિત છે.

(૫).ખરજવાનો રોગી જેમ જેમ ખંજવાળે
તેમ તેનાથી ઉપજતા વધારે દુઃખને પણ સુખ માને છે.
એવી રીતે મોહાતુર માનવ કામજન્ય દુઃખને સુખ માને છે.

– શ્રી મહાવીર સ્વામી

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

 

શ્રી મહાવીર સ્વામીની વાણી – ૧