કર્મયોગ – ૬

મિત્રો જય સ્વામિનારાયણ..

શ્રી સ્વામી વિવેકાનંદની પુસ્તિકા “કર્મયોગ સુત્રાવલી” માંથી તેમના થોડા વિચારો આપની સામે કર્મયોગ ભાગ – ૬ નાં રૂપમાં રાખવા જઈ રહ્યો છુ.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ પણ. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

This slideshow requires JavaScript.

 

 

 

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૧૮). કર્તવ્ય અને નીતિમાં ઉત્તરોત્તર ક્રમ રહેલો છે એ જાણવું તે મહત્વનું છે.
વિશિષ્ટ પ્રકારનાં જીવનમાં અને વિશિષ્ટ વાતાવરણમાં જે કર્તવ્ય મનાય તે
બીજા પ્રકારના જીવનમાં અને વાતાવરણમાં ન મનાય એ સમજવું તે મહત્વનું છે.

(૧૯).નીતિમત્તા સંયોગાધીન છે.
અનિષ્ટનો સામનો કરનાર માણસ ખોટુ કરી રહ્યો છે એવું નથી,
પરંતું જે પ્રકારનાં જુદા સંયોગોમાં તે મુકાયો છે તે જોતાં,
અશુભનો સામનો કરવો એ ઘણીવાર એનું કર્તવ્ય પણ થઈ પડે છે.

(૨૦). અર્જુન લડવાની ના પાડે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને દંભી અને નામર્દ કહે છે.
આ પાઠ આપણે સૌએ શિખવા જેવો છે.
કોઈ પણ બાબતમાં એક છેડે જઈનેન બેસવું જોઈએ.
વધારે પડતી વિધેયાત્મક તેમ જ નિષેધાત્મક એ બંને વાતો સરખી છે.

– સ્વામી વિવેકાનંદ..

આભાર ઃ- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા ઃ- શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…
બ્લોગ લિંક ઃ- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…