રક્ષાબંધનનાં ૫ દિવસ પહેલા..

જય સ્વામિનારાયણ મિત્રો,

આજે રક્ષાબંધનનાં દરેક મિત્રો ને ખુબ ખુબ અભિનંદન. આજે હુ આપે મારી બહેનો સાથેના ૫ દિવસ પહેલા થયેલી વાત ને અને યાદ આવેલ ભુતકાળને આપની સામે રાખીશ. સાથે સાથે મારી એક બહેનો ને સમર્પ્રિત એક કાવ્ય આપને આપી રહ્યો છુ.

જય સ્વામિનારાયણ..

Image

રક્ષાબંધનનાં ૫ દિવસ પહેલા..

===============================

 

 બહેન ઃ-  “હેલ્લો વિકાસ.. કેમ છો..?”

હુ ઃ- “મજામાં. તમે કેમ છો..?

બહેન ઃ- “બસ મજામા છુ.

વિકાસ અમે કાલે કોલેજ આવીએ છીએ ત્યાજ રહેજે.

અમે ત્રણેય બહેનો રાખડી બાંધવા આવીએ છીએ.”

 હુ ઃ- “ક્યારે આવશો..?”

બહેન ઃ- “સાંજના ૪ વાગે સમય હશે અને હુ ફ્રી થઈશ ત્યારે આવીશ.”

હુ ઃ- “ઓકે વાંધો નહી..

હુ ત્યાજ હોઈશ.

આવજો.

મારે થોડુ કામ છે એટલે જવું છુ.

કાલે આપણે મળશુ.

જય સ્વામિનારાયણ..”

બહેન ઃ- “ઓકે બાય

જય સ્વામિનારાયણ…”

——————————————————————————————–

મિત્રો આ મારી એક બહેન જેમનું નામ હુ આપને નહી આપી શકુ તે બદલ માફ કરજો, પણ ધર્મની બનાવેલ બહેનો છે. કોલેજ માં મને ભણાવામાં સહાયતા કરતા અને કોલેજમાં જ બહેનો બનેલી આ એક બહેન નો મારી સાથે થયેલ ફેસબુક પર નો ૨૭ જુલાઈ, ૨૦૧૨ ના દિવસનો સંવાદ છે.

 ભાઈ બહેન નો પ્રેમ એ એક અમુલ્ય ભેટ છે જેને ભગવાને કઈ રીતે બનાવી તે મને ખબર જ નથી પડતી. બીજા દિવસે મારી આ બહેનો મારા કોલેજ પર આવી મને ખાસ રાખડી બાંધવા માટે જ. તે પણ તેમનો કોલેજ નો સમય મને ફાળાવીને.

 મિત્રો આપણે ખાસ દિવસે જ તેની ઉજવણી કરીએ છીએ, પણ રક્ષાબંધન એ મારા મતે એવો તહેવાર છે કે જ્યારે બેન ને ભાઈ યાદ આવે ત્યારે ઉજવી શકે છે. આ તહેવાર ફક્ત ભાઈ બહેન નો જ નથી . મહાભારતમાં માતા કુંતા એ પૌત્ર અભિમન્યુ ને પણ રાખડી બાંધી હતી.

 બહેનો આવી અને મને અને એક મારા મિત્ર મયુર ને રાખડી બાંધી. તે વખતે ખબર ના પડી કે મારા થી મનોમન રડાઈ ગયુ. કેમ જાણે આજે શુ થયું હતુ. તે મને રાખડી બાંધતી હતી ત્યારે મારાથી કશુ જ બોલી નતુ શકાયુ. અને ભેટ રૂપે મે આપેલી ગિફ્ટ પણ ના સ્વીકારી.

 સામા અમને સમ આપ્યા અને કહ્યુ “બેન ને ખરીદી ના શકાય, તેને પ્રેમરૂપી એક બિંદુ થી જ ભેટ આપી દેવાય. અને જો ખરીદવી હોય તો બેન કોઈ દિવસ રાખડી બાંધવા નહી આવે. “આ શબ્દો મારી એ બહેન ના છે કે જે મારા સંપર્ક માં તો બહુ નથી રહેતા પણ તેમનુ નામ લઉં એટલે દિલમાં ખુબજ ટાઢક વડે છે અને હુ તેમના થી ડરું પણ એટલો જ છુ.

થોડી વાર બેઠા અને પછી છેલ્લે છેલ્લે બહેન મને કહેતા ગયા કે વિકાસ અમારે દરવખતે રાખડી બાંધવા ના અવાય તો ખોટું ના લગાડતો, દિલ થી યાદ કરી લેજે. આ જીંદગીમાં કોણ કેવા સમયે ક્યા હશે કોઈને નથી ખબર.

આ શબ્દો શાંભાળ્યા ત્યારે મારા હોઠ જાણે સાવ સિવાય જ ગયા હતા. હુ કઈજ ના બોલી શક્યો પણ મારા ત્રણેય બહેનો સમજી ગયા મારા આ મૌનને. અને મને કહ્યુ વિકાસ આજે અમે આવી શકીએ છીએ પણ તે જ્યા સુધી અમને ફેમેલીમાંથી મંજુરી છે ત્યાં સુધીજ. અમારા લગ્ન પછી કઈ નક્કી ના કહેવાય. છતા અમે આવવા જરૂર કોશિશ કરશુ.

આવા શબ્દો જો તમારી બહેન પાસેથી સાંભળાવા મળે તો તમારા શુ હાલ થાય તે તમેજ જાણી લેજો.

આ મારી સગી બહેનો તો નથી પણ તેના કરતા પણ વધારે છે. મને જ્યારે શરદી થઈ હોય અને જો તેમને જાણ થાય તો પણ મને મેસેજ કર્યા જ કરે ત્રણેય સમય કે દવા લીધી કે નહી. મને કહેતા હોય છે કે તુ અમારા સગા ભાઈ જેવો જ છે. અને તેથી વધારે કહીએ તો પણ ના નહી.

ભગવાન ને હુ દિલથી આભાર માનું છે કે મને આવી બહેનો તે પણ ખુબજ ઓછા સમયમાં આપી કે જે મને સગા ભાઈ કરતા પણ વધારે દરજો આપે છે. મારા લેખ ને કઈ ખાસ વાત તો નથી કહી પણ આ વાત મારા દિલ પર હતી એટલે મે આજે આપની સામે રાખી.

બહેનો ના નામ નહી આપી શકું પણ તેમને હુ ક્યારેય નહી ભુલી શકું કે જેમને મને ભાઈ ની સાથે સાથે મને દરેક વાતમાં સાથ આપેલ છે. ભણાવા બાબતમાં પણ.

આજે મારા દિલમાં આ ત્રણેય બહેનો ને ખાસ સમર્પ્રિત કરું છુ. મારા દિલમાં આવેલા શબ્દો ને લેખ પર લાવવા કોશીશ કરું છુ. મિત્રો ગમ્યુ હોય તો જણાવજો.

શુ વાત કરૂ આપની મારા બહેન..!!

આપે આપેલ ઠપકો યાદ છે મને..!!

શુ વહેણ કહુ આપના માટે બહેન..!!

આપે આપેલ સલાહ યાદ છે મને..!!

દિલમાં હંમેશા આપ રહેશો જ બહેન..!!

આપે આપેલ સહકાર યાદ છે મને..!!

વધારે ઉંમંગમાં આવું જો હું બહેન..!!

ત્યારે આપે આપેલ સાથ યાદ છે મને..!!

વધારે શોકમાં આવું જો હુ બહેન..!!

ત્યારે આપે આપેલ જોશ યાદ છે મને..!!

હંમેશા ખુશ જોવા માગો છે મને બહેન..!!

તમે મને ખુશ રાખેલ તે યાદ છે મને..!!

હું પણ આપને ખુશ જોવા માગું છું બહેન..!!

તેના માટે આપે કરેલ પ્રયાસ યાદ છે મને..!!

હુ રડું જ્યારે આપને યાદ કરીને બહેન..!!

ત્યારે આપનું આપેલ સરપ્રાઈઝ યાદ છે મને..!!

આપે બાંધેલ પ્રેમ-પ્રતિક હંમેશા યાદ રાખીશ બહેન..!!

આપે બાંધેલ રક્ષા-કવચ યાદ છે મને..!!

હંમેશા સાથે જ રહેશે આપનો આ પ્રેમ બહેન..!!

દિલથી બાંધેલ છે આ બંધન એ ખ્યાલ છે મને..!!

“વિકાસ” જીવનદ્રાર આપના માટે ખુલ્લા છે બહેન..!!

દુઃખમાં પહેલા યાદ કરશો તેમ વિશ્વાસ છે મને..!!

શું વખાણ કરું આપના મારા બહેન..!!

મારા વાત હંમેશા આપે યાદ કરી તે યાદ છે મને..!!

વિકાસ કૈલા..(૦૨/૦૮/૨૦૧૨- રક્ષાબંધન..)

દરેક મિત્રો તથા ભાઈ બહેનો ને રક્ષાબંધનની હાર્દિક શુભકામના.

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ..(મારો સંપર્ક કરો ઃ ૯૫૧૦૬ ૯૫૯૫૦)
બ્લોગ લિંક ઃ- https://vikaskaila.wordpress.com/
Email :-kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

22 comments on “રક્ષાબંધનનાં ૫ દિવસ પહેલા..

  1. વિકાસ,

    રક્ષા બંધન ના પર્વ નિમિત્તે બહેન પ્રત્યેના ના જે ભાવ દર્શાવ્યા તે ખૂબજ ઉત્તમ છે, જીવનમાં આવા પ્રસંગો અને પરિસ્થિતિ અનેકને આવતાં હોય છે, હૃદયના ભાવ જ આવા સમયે ઉત્તમ કામ કરે છે. જરૂર નથી કે કોઈપણ બહેન કે ભાઈના સબંધ લોહીની સગાઈના જ હોય, બહેન એટલે બહેન પછી ત્યાં સગી કે પારકા જેવા શબ્દ પ્રયોગ શોભતા જ નથી.

    સુંદર ભાવ.

  2. આપ નો લેખ અને ભાઈ-બહેન નો નિસ્વાર્થ પ્રેમ બહુ જ બહુ જ પસંદ આવ્યા.આ પ્રેમ આજીવન રહે આવી શુભેચ્છા.

  3. ek pvitr smbndh jema god ne pn zulvu pde 6 mari life ma pn ek evo dhrm no bhai 6 tena kanda pr me rakdi aj pn nti bandhi pn mara drek pl ma sat ape 6 mari muskan pr mre 6 ek hsi mate teni agtyni job pn muki de 6 teni mulakt mare f.b pr theane aj sudhi ek ja var mli 6u pn tene mota bhai hovni drek pl ni frj nibahavi 6 i love my bro

    • પ્રિય નયના જી
      ભાઈ બહેન ના સંબંધમાં સગા કે પરાયાનું ના હોય અને આપ ભાગ્યશાળી કહેવાય કે આવો સરસ ભાઈ આપને મળ્યો છે. અને તેના સાથે ના સંબંધને હંમેશા સાચવી રાખજો.
      જય સ્વામિનારાયણ..

  4. રક્ષાબંધનનો તહેવાર માત્ર રાખડી બાંધવી એટલો નથી…એક મનની લાગણીને સમગ્ર પરીવારને બાંધવાની પક્રિયા છે..સાસરે રહેતી બહેનના મનને પામવાની ..તેની લાગણી..તેની સંવેદનાનું વહન..બાળપણના દિવસોની સોનરી સુવાસ..એક વેદનાતીત ભરેલુ દિલ માત્રને માત્ર વીરાની શુધ્ધ ભાવનાને વરેલું રહે છે…આ દિવસે જગતના બધા જ સંબંધની સુરક્ષા ચાહતા…મારા દિલની સંવેદના જોડું છું…….

  5. બહેન એતો નિર્મળ ઝરણું અને તેની સંવેદનાને ઠોકર ના લાગે એ હર ભાઈનું
    કર્તવ્ય છે..જયશ્રી સ્વામિનારાયણ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  6. રક્ષાબંધન ની ગણી ગણી શુભકામના !!

    વાહ શું લાગણી છે !!

    અદભૂત છે વાત અને શું કહું એના માટે શબ્દો નથી !!

    પણ ખરેખર હ્રદય ને સ્પર્શે એવો લેખ છે !!

    પ્રભુ તમને હમેશા સુખી અને તંદુરસ્ત રાખે એવી હ્રદય પૂર્વક મારી પ્રાથના છે !!

    જય શ્રી ક્રુષ્ણ !!

આપનો પ્રતિભાવ અહી આપતા જજો....